આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આનંદમોહન સહાય
૨૫
 


શ્રી. સહાયના વિમાનને વાદળોમાં છુપાઈ જવું પડતું, દુશ્મનોની વધી પડેલી વિમાની પ્રવૃત્તિમાંથી તે સલામત રીતે છટકી ગયા એ એક માત્ર ચમત્કાર જ હતો. તીહાંકું અને ટાઈયુમાં તે જે હાટલમાં વસવાટ કરતા તે હોટલ પર બોંબમારો થયો અને મશિનગનનો મારો શરૂ થયો. જે ઓરડામાં તેઓ રહેતા હતા તે ઓરડો તારાજ થયો. માત્ર તેઓ જ બચી ગયા.

બેંગકોક ખાતેના વિમાની મથકે તેમનું વિમાન ઊતર્યું કે તરત જ દુશ્મન બોંબરોએ બોંબવર્ષા કરી, પણ તે આશ્રયસ્થાનમાં જેમ તેમ કરીને ભરાઈ ગયા અને મૃત્યુના મુખમાંથી બચી ગયા. ત્યાં જ તેમને સમાચાર મળ્યા કે આઝાદ હિંદ સરકારે રંગુન ખાલી કર્યું છે અને વડું મથક બેંગકોક ખસેડવામાં આવ્યું છે. નેતાજીએ જ્યારે તેમના સાહસની વિગતો સાંભળી ત્યારે ખૂબ આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. શ્રી. આનંદમેાહનની તેમણે પીઠ થાબડી, જવાબદારીના તેમના ખ્યાલની કદર કરી, જીવનની દરકાર કર્યા વિના પોતાને સુપ્રત થયેલી જવાબદારી અદા કરવા માટે નેતાજીએ તેમને અભિનંદન આપ્યાં.

શ્રી. સહાય સામ્યવાદના અભ્યાસી છે. તે સર સાપુરજી સકલાતવાળાના શિષ્ય હતા, પણ તેમને આખરે એ સમજાયું કે જ્યાં સુધી હિંદ આઝાદ નથી ત્યાં સુધી કોઈપણ જાતની નવી સમાજરચના શક્ય નથી અને જીવનભર, યૌવનની ઉત્સાહી પળોમાં પણ એ એક જ ધ્યેય–હિંદની આઝાદી માટે ઝૂઝતા રહ્યા.

સીંગાપોરમાંના પર્લહિલ કારાવાસમાં બ્રિટિશ સરકારના કેદી તરીકે જ્યારે એ પૂરાએલા હતા ત્યારે લખેલા એક પત્રમાં તેમણે જણાવ્યું હતું કે —

‘અમે જે કાંઈ કર્યું છે તે માટે અમને હરગીઝ શર્મ નથી ઉપજી, અમે જિંદગીને હોડમાં મૂકી, પણ અમે પરાસ્ત