આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


[૩]

શાહનવાઝખાન


[મેજર જનરલ; આઝાદ હિંદ ફોજ]


“તમારા હાથમાં આપણો ગરવો ઝંડો હું નિર્ભયતાથી મૂકું છું. આપણી માતૃભૂમિને તમે આઝાદ કરો અને આ ઝંડાનું ગૌરવ વધારો.

મને શ્રદ્ધા છે કે આ ઝંડા નીચે તમે આપણા ધ્યેયની સફળતાએ પહોંચશો.”

આઝાદ હિંદ ફોજ, રણમોરચા પર જવાને થનગની રહી છે. મહિનાઓ થયા તાલીમ લઈ રહેલી આઝાદ ફોજ હવે દુશ્મન ફોજોનો મુકાબલો કરી શકે તેમ છે. અનેક ગણી દુશ્મન તાકાત સામે લડી લેવાની તાકાત કરતાંય આઝાદ ફોજનું દૃઢ