આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
નેતાજીના સાથીદારો
 

“નહિ ! એમ ન બની શકે; પણ હવે મને લાગે છે કે છેલ્લા શ્વાસ ખેંચી રહ્યો છું. તમારી સાથે દિલ્હી પહોંચી શકીશ નહિ. એની મને ગમ છે, પણ નેતાજીને મારા જયહિંદ કહેજો ને કહેજો કે મૃત્યુએ મને મારા નિશ્ચયમાંથી ડગાવી દીધો છે.”

મણિપુરની સરહદ ઓળંગીને જ્યારે કર્નલ શાહનવાઝની ફોજે હિંદના એ પ્રદેશને આઝાદ કર્યો ને ત્રિરંગી ઝંડો ફરકતો કર્યો ત્યારે, તેમણે હિંદની ધરતીને પ્રણામ કર્યાં, એની ધૂલિ માથે ચડાવી.

આગળ વધવુ હતું, પણ હવામાન પ્રતિકૂળ હતું. ઇમ્ફાલને ઘેરો ઘાલીને કર્નલ શાહનવાઝની ફોજ પડી હતી. ઈમ્ફાલના પતનની ઘડીઓ ગણાતી હતી. અંગ્રેજ ફોજ પલાયન થઈ ગઈ હતી. પણ ચોમાસું શરૂ થયું. મુશળધાર વરસાદ તૂટી પડ્યો ને પાછળથી આવતો પૂરવઠો બંધ થઈ ગયો. આઝાદ ફોજના સૈનિકોને માટે ભૂખમરો ઊભો થયો. ઘવાયેલાઓને દવા મળી શકી નહિ. ઘેરો ઉઠાવી લેવો પડ્યો. નેતાજીનું ફરમાન હતું કે હવે પાછા ફરવું અનિવાર્ય જરૂરી છે.

પરિસ્થિતિ પલ્ટાઈ ગઈ હતી. ભાગ્યબળ ઊલટું થયું હતું. વિજયની આશા નિષ્ફળ ગઈ. નેતાજીને રંગુન છોડીને ચાલ્યા જવું પડ્યું. ત્યારે કર્નલ શાહનવાઝે ઇરાવદી નદીની ઉપર ૬૦ માઇલ દૂર આવેલી પોપા ટેકરીઓમાં આઝાદ ફોજનો જમાવ કર્યો અને તેને જુદી જુદી ચોકિયાત ટુકડીઓમાં વહેંચી નાંખી, પણ બ્રિટિશ ફોજોએ તેને ઘેરો ઘાલ્યો. કર્નલ શાહનવાઝ ઘેરામાં હતા, એમને નેતાજી સમક્ષ પહોંચી જવું હતું, નેતાજીની આજ્ઞા વિના તેઓ કોઈ નિર્ણય કરવા માગતા ન હતા.

એમણે નિશ્ચય કર્યો: બ્રિટિશ ઘેરામાંથી છટકી જવાનો. પોતાના થોડાક વિશ્વાસુ સાથીઓ સાથે વેશપલટો કરીને તેઓ