આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
નેતાજીના સાથીદારો
 

તા.૨૧એપ્રિલ તામુ ખાતે મેજર ફુજીવારાને મળ્યો. ડીવીઝન કમાન્ડર ખાનને મળ્યો.
તા.જૂન ‘એમ. એસ. ૩૦’ના થાણે પહોંચ્યો અને ત્યાં રાત્રી વ્યતિત કરી, રાત્રી દરમિયાન ડીવીઝને જે ભાગ ભજવવાનો હતો તેમાં ફેરફાર કર્યો. હવે તેણે ઈમ્ફાલના જંગલમાં ભાગ લેવાનો છે. ડીવીઝન કમાન્ડર ખૂબ શ્રદ્ધા ધરાવે છે. તેણે મને ભવિષ્યમાં જે ભાગ ભજવવાનો છે તે વિશે, તેમને જે કરવાનું હોય તે કરવાની સૂચના કરી મારી પસંદગી તો ઇમ્ફાલ પર આક્રમણ કરવાની જ હતી.
તા.૧૪ રાત્રી કેમ્પમાં જ ગાળી, ચોખાનો જથ્થો ગામડાંઓને મોકલી આપ્યો.

લેફ. માસુદા સાંજના મળ્યો. તેણે મને જણાવ્યું કે જાપાનીઓ ઈમ્ફાલની ઘણી નજદિક છે, અને પાલેલ કબજે કર્યું છે.

તા.૨૧ ડીવીઝન કમાન્ડરે મને જણાવ્યું કે અમને યુદ્ધ કરવા માટેની તક આપો અથવા તો અમને પાછા અમારા ડીવીઝનમાં મોકલો એ વિશે કાંઈક જરૂરી પગલાં ભરવાની મેં ખાત્રી આપી.
તા. ૨૭ કીમેવારી હુક્મ લેવા માટે વડા મથકે ગયો. સૈનિકોને હજી રેશન મળ્યું નથી. ભૂખમરાને કારણે ચાર ગાવાલીઓનાં મરણ નીપજ્યાં છે હું અને રામસ્વરૂપ હીલરી કીકાન પાસે ગયા કાંઈક કરવા જણાવ્યું. પણ એ સંબંધમાં કાંઈ પણ ધ્યાનમાં લેવાની તેમની વૃત્તિ જ જણાઈ નહિ. મારા સૈનિકોને ઈરાદાપૂર્વક ભૂખે મારવા પાછળ તેનો શો હેતુ છે તેની મને ખબર પડતી નથી.