આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડૉ. લક્ષ્મી સ્વામીનાથન
૬૭
 

ચલાવ્યા જ કરે છે. કોઈપણ જાતના નિશ્ચિત ધ્યેય વિના જ, એ સ્ટીઅરિંગ અને બ્રેક પર કાબૂ રાખીને ખાડાટેકરાવાળા રસ્તાઓ પર પણ મોટર હાંકે છે અને સીધા રસ્તા પર પણ એ જ ઝડપથી ચલાવ્યે રાખે છે.

ઘડી પહેલાં લક્ષ્મીની ચોકલેટ રંગની મોટરને કોઈ બજારમાં નિહાળી હાય તો, ઘડી પછી એ મોટરને કોઈ જંગલમાં જુએ તો નવાઈ પામવાનું કારણ નથી. જ્યાં સુધી એ શ્રમિત ન બને, ત્યાંસુધી એ રખડ્યા જ કરે. એનાં રઝળપાટ અને રખડપાટને કોઈ સીમા નથી.

નિર્બંધજીવન એ એનો જીવનમંત્ર છે. મોટરની કલાકોની સફર પછી તે તરત જ ટૅનિસ રમવાને પણ જાય છે. ટેનિસની રમતમાં શ્રીમતિ માલતી પટવર્ધન એની સાથીદાર હતી.

વળી બીજે દિવસે કોઈ વિશાળ વટવૃક્ષની છાયા નીચે, પોતાની સમવયસ્ક સખીઓ સાથે બુદ્ધિની તેજપ્રભાનો પરિચય આપતી ચર્ચામાં ઊતરે છે, એ પોતે થીઓસોફીસ્ટ નથી પણ થીઓસોફીમાં તેને પૂરતો રસ છે, એનો જ્ઞાનભંડાર પણ એવો જ અપૂર્વ છે, નવું જાણવાનું જ્યાંથી મળે ત્યાં એ પહોંચી જતી અને પોતાના જ્ઞાનભંડારમાં નીત નવા ઉમેરા કર્યા કરતી.

જ્ઞાન અને સાહસનો સુમેળ પણ, લક્ષ્મીમાં જ થયો છે. જ્ઞાનનો ઉપયોગ કરવા સાથે, જ્ઞાનપૂર્વકનું સાહસ કરતાં પણ એ અચકાતી નથી, પરિણામે ગમે તેવા મુશ્કેલ સંજોગોમાંથી એ પોતાના માર્ગ કરી શકે છેઃ નિશ્ચિત અને વિજયભર્યો.

એક પ્રસંગે લક્ષ્મી પોતાની માતા શ્રી. અમ્મુસ્વામીનાથન સાથે એક ટ્રેનના ત્રીજા વર્ગમાં પ્રવાસ કરી રહી હતી. એક સ્ટેશને ટ્રેન થોભે છે અને માતા પુત્રીને પહેલા વર્ગના ડબ્બા આગળ થોભાવીને, કહે છે ‘લક્ષ્મી ! તને થીઓસોફીમાં