આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
નેતાજીના સાથીદારો
 

તરત જ લક્ષ્મીએ પોતાના પ્રીતિપાત્ર નજ્જુ નંદીરાવ પાસેથી છૂટાછેડા લીધા. જેટલી ઝડપથી બન્ને વચ્ચે પ્રણયના અંકૂર ફૂટ્યા હતા, એટલી જ ઝડપથી સૂકાઈ ગયા. લગ્નજીવનની એ કરૂણતા હતી, પણ લક્ષ્મી હતાશ થઈ નહતી.

થોડા દિવસોમાં જ એના સૂકાઈ ગયેલાં પ્રેમઝરણાં પુનઃ વહેતાં થયાં અને મદ્રાસ મેડિકલ કોલેજના એના જૂના વર્ગશિક્ષક મિ. અબ્રહામ નામના એક સિરિયન ક્રિશ્ચિયન સાથે ફરીને એણે લગ્ન કર્યા.

૧૯૩૭માં તે મેડિસિન અને સર્જરીની ગ્રેજ્યુએટ થઈ અને તરત જ તબીબી તરીકેની પ્રેક્ટિસ શરૂ કરી. ધીમે ધીમે એની પ્રેક્ટિસ વધતી જતી હતી, પણ એના સ્વભાવમાં જ સ્થિરતા ન હતી. જ્યાં એની પ્રેક્ટિસ હવે ધીકતી થવાની તૈયારીમાં હતી ત્યાં એનું દિલ ઊઠ્યું.

‘બસ ચલો સિંગાપુરના પ્રવાસે !’ અને એકવાર લક્ષ્મીએ નિશ્ચય કર્યો કે, પછી એને બદલી શકવાની તાકાત કોનામાં હોય ? માતાએ તો ક્યારેય એના માર્ગમાં આડખીલી નાંખી જ નહતી.

૧૯૪૦માં તે પોતાના પતિ સાથે સીંગાપોર ગઈ અને સીંગાપોર એને ગમી ગયું, તેને જ એણે નિવાસસ્થાન તરીકે પસંદ કર્યુંં.

લક્ષ્મીને પાછા ફરવાને તેની માતા સતત આગ્રહ કરતી હતી. માતૃહૃદય પુત્રીનાં દર્શન માટે ઝંખતું હતું, પણ લક્ષ્મી પાછી ફરવાને તૈયાર ન હતી. એણે તો સીંગાપોરમાં જ પ્રેક્ટિસ