આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩
ડૉ. લક્ષ્મી સ્વામીનાથન
 

શરૂ કરી અને સફળતા એને શોધતી આવી. સાહસિક વૃત્તિની લક્ષ્મી, માતાના સતત આગ્રહ અને માતૃપ્રેમને પણ નમી નહિ.

દરમિયાન વિશ્વયુદ્ધની જ્વાળાઓ સહસ્રધા બનીને વિકસી રહી હતી. હિંદમાં પણ મહાત્માજીએ વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો હતો. પરદેશમાં વસતા હિંદીઓનાં હૈયાં પણ માતૃભૂમિ હિંદની આઝાદી માટે ઝંખતાં હતાં. સીંગાપોરના હિંદીઓ પણ જાગ્રત થયા હતા. મલાયામાં વસતી હિંદી સ્ત્રીઓ એ પ્રવૃત્તિને પોષતી હતી. શ્રીમતિ ચેચાદેવી આ પ્રવૃત્તિનાં પ્રાણ હતાં. તે ત્રીચૂરનાં વતની હોવા છતાં પણ વર્ષો થયાં સીંગાપોરને જ પોતાનું વતન બનાવીને રહ્યાં હતાં. એમ. એ. સુધીનો તેમનો અભ્યાસ અને હિંદની આાઝાદીની લડતના આંદોલનોએ તેમના પર જે જબ્બર અસર કરેલી તેના પરિણામે સીંગાપોરમાં પણ તેમણે સ્ત્રીઓને સંગઠીત કરવાની, સ્ત્રીઓના પ્રાણને જાગ્રત કરવાની પ્રવૃત્તિ ઉપાડી લીધી. તેમણે ‘લોટસ ક્લબ’ નામની સંસ્થાની સ્થાપના કરી.

બીજી બહેનો શ્રીમતિ રાઘવન, શ્રીમતિ ગોહો અને શ્રીમતિ નઝાગીની સાથે લક્ષ્મીનો સંપર્ક વધતો ગયો, અને તેના સાહસિક દિલમાં માતાએ સીંચેલા હિંદની આઝાદીના અંકૂરો વિકાસ પામવા લાગ્યા. ‘લોટસ ક્લબ’ દ્વારા હિંદી સ્ત્રીઓને સંગઠ્ઠીત કરવામાં લક્ષ્મીએ અગત્યનો ફાળો આપ્યો છે.

દરમિયાન યુદ્ધનો દાવાનળ પૂર્વ એશિયામાં પણ ભભૂકી ઊઠ્યો. જાપાને જંગમાં ઝુકાવ્યું અને એનો પગદંડો પૂર્વ એશિયાના એક પછી એક દેશમાં જામતો ગયો. સીંગાપોર પણ જાપાનનો કબજો જામ્યો, ત્યારે હિંદીઓમાં ગભરાટ વ્યાપી