આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
નેતાજીના સાથીદારો
 


રહ્યો હતો. નાસભાગ થઈ રહી હતી. ત્યારે હિંંદીઓમાં આત્મવિશ્વાસ પ્રગટાવવાના કાર્યમાં લક્ષ્મી રોકાઈ ગઈ હતીઃ લક્ષ્મીએ આફતોનો શાંત ચિત્તે પરિસ્થિતિનો સામનો કર્યો. સીગાપોરના હિંદીઓમાં આત્મવિશ્વાસ પ્રગટ્યો.

આમ છતાં પણ જ્યારે જાપાન રેડિયોએ જગતને આઝાદ હિંદ સરકારની રચનાની જાણ કરી, ત્યારે જ લક્ષ્મી વિશે જગતને જાણ થઈ. હિંદીઓને પણ ત્યારે જ તેના વિશે સહેજ ઝાંખી થઈ.

નેતાજીના સીંગાપોરના આગમન સાથે, સીંગાપોરના જ નહિં પણ પૂર્વ એશિયાના હિંદીઓમાં ત્યારે ઉત્સાહ પ્રગટ્યો હતો. સીંગાપારમાં સ્ત્રીઓની વ્યવસ્થિત કાર્યશક્તિનાં તેમને જે દર્શન થયાં અને ત્યાં જ એમને લક્ષ્મીનો પણ પરિચય થયો અને લક્ષ્મીને, નેતાજીએ આઝાદ હિંદની કામચલાઉ સરકારમાં મહત્ત્વનું સ્થાન આપીને, હિંદની આઝાદીની લડતમાં હિંદી વીરાંગનાઓ પણ મહત્ત્વનો ફાળો આપી રહી છે એની જગતને જાણ કરી.

નેતાજીની પ્રેરણા હેઠળ, લક્ષ્મીની વ્યવસ્થાશક્તિએ પૂર્વ એશિયાની સ્ત્રીઓમાં અદ્‌ભુત જાગ્રતિ આવી. શસ્ત્રનું નામ સાંભળીને જે ધ્રૂજી ઊઠે એવી હિંદી નારી, લક્ષ્મીના નેતૃત્વ હેઠળ, ઘરબાર છોડીને, સંસારની માયા અને મમતા છોડી દઈને, હાથમાં હથિયાર પકડીને રણમેદાન પર ધસી જવાને તત્પર બની. તાલિમ છાવણીઓનાં સંકટો બરદાસ કર્યાં અને પોતાના ખૂનથી પોતાના જ મૃત્યુખત પર સહીઓ મૂકી. હિંદની નારી, નેતાજીની પ્રેરણા અને લક્ષ્મીની દોરવણીએ વધુ જાગ્રત બની હતી.