આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
નેતાજીના સાથીદારો
 

સાહસિક પ્રામાણિક પત્રકારની આવશ્યકતા જગતે સ્વીકારી છે, યુરોપ, અમેરિકાના અખબારોએ પોતાના પ્રતિનિધિઓ મોકલ્યા હતા. આ અખબારી માનવીઓએ સમાચારો વહેલામાં વહેલા પૂરા પાડવા માટે, પોતાના પ્રાણની પણ પરવા કરી ન હતી.

શ્રી. આયરને આ યુદ્ધસમાચારો મેળવવા માટે બેંગકોકમાં મોકલવામાં આવ્યા, પણ ત્યાંથી પાછા ફરવાનું તેમના માટે અસહ્ય થઈ પડ્યું. વર્ષો પછી, આઝાદ ફોજના ત્રણ અફસરો સામેના કેસમાં સાક્ષી તરીકે તેમને હિંદમાં લાવ્યા, ત્યારે જ તે આવી શક્યા.

બેંગકોક ગયા પછી જાપાને યુદ્ધમાં ઝંપલાવ્યું અને હિંદની સરહદો બંધ થઈ ગઈ. તેઓ હિંદમાં આવી શકે તેમ ન હતું. એટલે તેમને બેંગકોકમાં જ રોકાઈ ગયા વિના છૂટકો ન હતો.

યુદ્ધની પરિસ્થિતિ બગડતી જતી હતી, જાપાન પણ પોતાના મિત્ર, જર્મનીની માફક કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યું હતું. એશિયામાં જાપાનના વિજયે જબ્બર ખળભળાટ મચાવ્યો હતો. બ્રિટિશ હકુમત એશિયામાંથી તૂટતી જતી હતી, જાપાનની દયા પર, પૂર્વ એશિયામાંના લગભગ ૨૫ લાખ જેટલા હિંદીઓને છોડીને અંગ્રેજો વિદાય થયા હતા, ત્યારે જાપાનની હકુમત હેઠળનાં જુદાં જુદાં સ્થળે પથરાયેલા હિંદીઓને સંગઠિત કરીને હિંદની આઝાદી માટેની લડત શરૂ થઈ શકે તે હેતુથી ૧૯૪૨ માં શ્રી. રાસબિહારી ઘોષના નેતૃત્વ તળે આઝાદ હિંદ સંઘની સ્થાપના થઈ. બેંગકોકમાં એની સ્થાપના અંગેની પહેલી પરિષદ મળી. આ પરીષદમાં શ્રી. આયરે હાજરી આપી હતી. પૂર્વ એશિયાના હિંદીઓના દિલમાં સળગતી જ્યોતનાં તેમને ત્યાં દર્શન થયાં. કૅપ્ટન મોહનસિંહ દ્વારા આઝાદ હિંદ ફોજની રચના તેમણે જોઈ અને તેમનો આત્મા જાગ્રત થયો જગત