આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


જૂદે જૂદે સ્થલે વેરાયેલા ગરબા એકઠા કરી એક ન્હાની ગરબાવલિના રૂપમાં અપાય તો સંગીતરસિક સન્નારીઓને સગવડતા થાય એ વિચારથી આ સંગ્રહ છપાવ્યો છે. પૂર્વે છપાયેલા કે નહિ છપાયેલા, છૂટા જ રહેલા કે અન્ય કોઇ લાંબા કાવ્યના અંગભૂત થયેલા મ્હારા પચાસ રાસ આ ગરબાવલિમાં છે. એક ઇન્દુકુમાર અંક ૨ જામાંના રાસ આ સંગ્રહમાં લીધા નથી.

પાછળના ગીતોના જડ્યા તેટલા ઢાળ આપ્યા છે, પણ ત્હેમાં યે ફેરફાર નથી એમ નથી. ફૂલછોડમાં જેમ આંખ ચ્હડાવવામાં આવે છે તેમ ગરબીઓમાં પણ અનેક ઢાળનાં રસિક ગૂંથણ ગૂંથી શકાય છે અને એવા પ્રયોગ આ સંગ્રહમાં ઘણાં છે. કુંડળિયા ને છપય જેવા છન્દો, થત્યા ભાતભાતની લોકપ્રિય ગરબીઓ બતાવે જ છે કે એક ગીતબન્ધમાં અનેક ગીતના ઢાળ સુરીતે મેળવવાથી રસિકતા વધે છે. સાખીઓને માટે પણ ફક્ત દોહરા જ નહિ, પણ દોહરા સોરઠા વસન્તતિલકા ખંડ હરિગીત યોજાયા છે.

અક્ષરમેળ છન્દો સંસ્કૃત પિંગલમાંથી, માત્રામેળ છન્દો વ્રજભાષામાંથી, 'ઉસ્તાદી' રાગ રાગણીઓ હિમ્દુસ્તાની દ્વારા સંગીત શાસ્ત્રમાંથી, અને ગઝલો ફારસીમાંથી; એમ જૂદા જૂદા