આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મૂલકમાંથી એ સહુ ગીતપ્રયોગોની સમૃદ્ધિ ગુજરાતીમાં આવી છે. ગુજરાત જ જેની જન્મભૂમિ એવા ગીતબન્ધોમાં તો ગરબી ગરબા ને સારડા છે. ગુજરાતી ભાષાને ખોળે તે જન્મ્યા છે, અને માતા કરતાં બાલકો ઘણી વાર દીર્ઘાયુ હોય છે ત્હેવું ત્હેમનું ભવિષ્ય ભાસે છે. સાદા નૃત્યના ઉત્સાહ ને ઉમંગ, રથા ગીતની હલક ને હીચ: એવા ચિરંજીવ અંશ એ ગીતબન્ધમાં છે. રસિક જનોમાં ધીમું ધીમું ઢોલક પણ કોઇ સુન્દરી સાથે સાથે બગાડે છે. આમ સંગીતના ત્રને અંગની સરલ ફૂલગૂંથણી ત્હેમનામાં છે. મંહી ગુર્જરી વાગ્દેવીનાં મૃદુતા માધુર્ય લાલિત્ય ને કવિતા ભળતાં અનુપમ રસની રાસઘટા જામી રહે છે. પ્રભુ ત્હેને પવિત્ર ને પ્રેમળ રાખો!


ન્હાનાલાલ દલપતરામ કવિ