ઘેરૂં ઘેરૂં જરા ડોલતાં, હો રસદેવિ! હવે પધારશો ક્ય્હાં પરદેશ ? હો મીઠડાં રસદેવિ ! પ્રાણતખ્તે રે, પ્રાણતખ્તે પધારો, રાજબાલ! ઘેલાં નયણાં તલપે ત્ય્હાં ઘડિક આવજો રે લોલઃ ઘેલાં હઇડાં જલ્પે ત્ય્હાં કદિક આવજો રે લોલ.