એક તો આનન્દ મ્હારા ઉરનો રે લોલ: બીજો આનન્દ મ્હારો વીર જો! ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ. દેવે દીધી છે મ્હને માવડી રે લોલ: માવડીએ દીધો મ્હારો વીર જો! ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.