આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૦૪


 પ૭, મહાકાળની દુદુંભી




દુંદુભી વાગે છે મહાકાળની.

સૃષ્ટિએ પાલવ સંકોરિયા રે,
ભીડ્યા ઉઘડ્યા આકાશ,
ભીડ્યા ઉઘડ્યા આકાશ,
ગેબની ગુફાઓ ગાજી ઉઠી,
ઉગ્યા નવલા ઇતિહાસ,
ઉગ્યા નવલા ઇતિહાસ:
દુંદુભી વાગે છે મહાકાળની

પૃથ્વી ખેડી નવ ખંડની રે,
ખેડ્યા સાગરના નીર,
ખેડ્યા સાગરના નીર,
ખેડ્યા કંઈ આભઘુમટો; હવે
ખેડે કાળને નરવીર,
ખેડે કાળને નરવીર:
દુંદુભી વાગે છે મહાકાળની