આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
આ આસોપાલવને છાંયડે, હરિ ! આવોને;
મનમહેરામણ મહારાજ ! હવે તો હરિ ! આવોને.
મ્હારે સૂની આયુષ્યની શેરીઓ, હરિ ! આવોને;
મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ ! આવોને !
મ્હારા કાળજ કેરી કુંજમાં, હરિ ! આવોને
મ્હારા આતમસરોવરઘાટ હવે તો હરિ ! આવોને.
♣