આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જુગજુગની વાતો રે ક્હાનડ ત્હારી બંસી મંહી.
ફૂલડાંમાં વહી મ્હારા અન્તરમાં ઘોળાય જો !
વનવનની વાતો રે ફહાનડ ! ત્હારી બંસી મહીં.
ટહુકે એ ગેબી કાંઈ ત્રિલોકમાં ઢોળાય જો !
જુગજુગની વાતો રે ફહાનડ ! ત્હારી બંસી મંહી.
ઘડીક વસન્ત, ઘડી મેહુલિયા રેલાય જો !
રતરતની વાત રે ફહાનડ ! ત્હારી બંસી મહીં.
સજનપ્રલયના મનવન્તર મંહિ વાય જો !
જુગજુગની વાતે રે ફહાનડ ! ત્હારી બંસી મહીં.
♣ ♣ ♣