આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
ઘેરી કુંજની ઘટાઓને છાંય હો ! મોરલી બોલે છે.
ક્ય્હાંથી ક્ય્હાંથી આવી વણદીઠા વાયુ વહે?
ક્ય્હાંથી ક્ય્હાંથી લાવી અણઉકલી વાતો કહે ?
આઘે આઘે દિશાઓને ઘાટ રે મોરલી બેાલે છે;
પેલી કાળની કાળંદરીને વાટ હો ! મોરલી બોલે છે.
આ તે ગુફાના ગાભ? કે અફાટ મહેરામણ પડ્યો?
આ તે અતળાં આભ?કે માનવલોકની કન્દરા ?