આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
ધીમેથી બોલજો એ બોલ,
હો મીઠો મીઠો
ધીમેથી બોલજો એ બેાલ.
ફૂલની પરાગ સમો,
હૈયાના રાગ સમો,
બોલે જ્યમ ચન્દ્રિકા મદલોલઃ
એવો મીઠો મીઠો
ધીમેથી બોલજો એ બેાલ.
ધીમેથી બોલજો એ બોલ,
હો મીઠો મીઠો
ધીમેથી બોલજો એ બેાલ.
♣