કયારી કયારીમાં સોનલરૂપલા પ્રગટયા બ્રહ્મઝવારા; યુગયુગની વીણા બોલે, સાધુ હો ! “ઓહંકારા' 'ઓહકારા'; અહો ! માનવકુળ જાગે છે, દેવની નોબત વાગે છે. દેવની નોબત વાગે છે, અહોહો ! માનવકુળ જાગે છે.