આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧


૧૬, સૌન્દર્યના દેશ


હો સાજન! ક્ય્હાં છે સૌન્દર્યના દેશ?

દિલને રમાડે, દૃષ્ટિ રીઝાવે,
આત્માને અમૃત પાય;
યુગયુગનાં આયુષ સરજે, ને
વિશ્વ સકળને વ્હાય:
સાજન ! કય્હાં છે સૌન્દર્યના દેશ?
કય્હાં છે સૌન્દર્યના દેશ?
હો સાજન ! કય્હાં છે સૌન્દર્યના દેશ?

અંગ ત્રિભંગ, અનંગ સરિખડો,
ફૂલડાં શો વદનવિલાસ;
નયન હસે નેહનીતરતા જ્ય્હાં,
હૈયાનાં હુલસે હાસઃ
સજની ! ત્ય્હાં છે સૌન્દર્યના દેશ,
ત્ય્હાં છે સૌન્દર્યના દેશ,

હો સજની ! ત્ય્હાં છે સૌન્દર્યના દેશ.