આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩
ઘેરો ઘૂંટજો હો સાધુ ! ચંપેરી જોગિયો;
જોશે મુજ મનમાધુ ચંપેરી જોગિયો.
ભાગ્યા સંસાર જાગે,
જીવ્યું કાંઈ મીઠું લાગે;
રંગજો વસન્તફાગે ચંપેરી જોગિયો;
ઘેરો ઘૂંટજો હો સાધુ ! ચંપેરી જોગિયો.
મ્હેં તો ખોયો છે મ્હારો રસરંગી મોરલો;
શોધ્યો જડે તો આપો દેવરંગી મોરલો.
ગેબી ઘૂંટજો હો સાધુ ! ચંપેરી જોગિયો.
♣