આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭


૩૫, દામ્પત્યના બોલ




મધુરી શી મોરલીના મધુર કલ્લોલ,
એવા સખિ! દંપતીના જીવનના બોલ

સન્ધ્યા સોહાગ ભરી આવે સલૂણી,
ચન્દા ને સૂરજ હરખાય,
તેજના કિરણ કાંઈ તેજમાં ઢળાય, એવા
એકબીજામાં ઢોળાય,
ડાળીએ–ડાળીએ પાંદડા પ્રોવાય,
એવા સખિ ! દેહ ને પ્રાણ બે ગૂંથાય
મધુરી શી મોરલીના વિ. વિ.

લોહ કે પત્થરને પારસ પરસે
થાય કંચન મહામોલ
નરનો દેવ થાય નારીપરસથી
એ નારી પારસને તોલ,
ફૂલડે ફૂલડે જેવા પરાગ,
એવા સખિ ! નરનારીના અનુરાગ
મધુરી શી મોરલીના વિ વિ