આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦, દિલડોલાવણહાર છો
દીવડા રે ! દિલડોલાવણહાર છો;
નયણાંના તેજ અંબાર છો,
દીવડા રે! દિલડોલાવણહાર છો.
દેવોની દ્હેરીએ દીપમાળા કેવડી ?
માલતીને માંડવે કળી જેવજેવડી,
જીવનની જ્યોત અંગઅંગે એવએવડી;
દીવડા રે ! દિલડોલાવણહાર છો;
હૈયાના તેજ અંબાર છો;
દીવડા રે ! દિલડોલાવણહાર છો.
♣