આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
૪ર, આંખડીને વારજો !
હું વારૂં છું, સલૂણી ! એ આંખડીને વારજો;
સોગન્દ છે, રમતાં ન બાણ કોને મારજો;
હું વારૂં છું, સલૂણી ! એ આંખડીને વારજો !
નથી ખેલાતી દિલ દાઝ્યા વિના નયનોની નિશાનબાઝી;
નથી ખેલાતી દિલ દઝાડ્યા વિના નયનોની નિશાનબાઝી;
રસિકવર હો ! મગર તુ સજ્જ હે તુજ દિલડું ડૂલ કરવા,
તો ખેલજે, નહિ તો ન ખોલીશ નયનોની નિશાનબાઝી.
હું વારૂં છું, સલૂણી ! એ આંખડીને વારજો;
સોગન્દ છે, રમતાં ન બાણ કોને મારજો;
હું વારૂં છું, સલૂણી ! એ આંખડીને વારજો !
♣