આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭
'રાજવી ધર્મ કાજ સાગરે ઝુકાવ્યું,
અધર્મને અળગું કર્યું રે લોલ;
નિરખ્યો આ નીરઝરો તાહરો કિનારો,
કે મનડું વસવા ઠર્યું રે લોલ.'
'કે જાણતલ જોગી ત્હોય પુણ્યાળુ પડોશી,
અજાણના શા ઓરતા રે લોલ ?
કે છાકમ છલકાતી ગોરસીઓ આપો,
પીએ, ને પન્થ ભલ્લે જતા રે લોલ.'
'રાજ! આવી દૂધઝરતી સીમ ત્હારી
અખંડ ને અમર રહો રે લોલ;
એ દૂધમાં સાકર સમાય રતનાળી,
સમાશું ભરી ભોમે અમો રે લોલ.'
માનુભાવ મિજબાને, મીઠડા મહેમાને
કે આંખે આંખ એાળખ્યા રે લોલ;
કે દૂધમાં સાકરના વડા રાજમન્ત્રો
ઇતિહાસને ભાલે લખ્યા રે લોલ.
♣