આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
૪૭, સરોવરિયા ડોલ્યાં
આસો માસો, દસરાધ્વજ લહેરાય જો !
રણશીંગડાં વાગતાં'તાં શિવપુર ગામનાં રે લોલ;
વાયા વાયા પૂરવપશ્ચિમના વાય જો !
સરવરિયાં ડોલ્યાં રે શિવપુર ગામનાં રે લોલ.
આવ્યા આવ્યા સાંઢણીના અસવાર જો !
ઘૂઘરડા ઘમકયા એ રણની વ્હેલના રે લોલ;
પૂછ્યા પૂછ્યા પથુભાના દરબાર જો !
સરવરિયાં ડોલ્યાં રે શિવપુર ગામનાં રે લોલ.
'બ્હેનડબાએ કહાવી છે આશિષ જો !
બેાલ્યાં છે; મુજ વીર પડતો બોલ ઝીલશે રે લોલ;
એાલ્યે દિન અમ આંગણ ગઢમંડાણ જો !'
સરવરિયાં ડોલ્યાં રે શિવપુર ગામનાં રે લોલ.
ઝડપ ઝડપ્યાં ઝૂલતાં ઢાલતરવાર જો !
ગેારમ્ભ્યાં નેણાં, ને કસુમ્બલ અાંખડી રે લોલ;
બ્હેનડઘેર કાલ ક્ષત્રિયવટનાં પર્વ જો !
સરવરિયાં ડોલ્યાં રે શિવપુર ગામનાં રે લોલ.