આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯
ઘેાડીલા ઉછળે, રમતી મ્હેલી વાજ જો !
મારગડે નિરખે રે અટારીએથી સુન્દરી રે લોલ;
વૃક્ષો વધાવતાં, તેજ વરસતા આભ જો !
સરવરિયાં ડોલ્યાં રે શિવપુર ગામનાં રે લોલ,
વડલા હેઠળ ચાર ગામોનો ચોક જો !
એ ચોકે બેઠા'તા બ્હેનડના વેરવી રે લોલ:
'ભાગશું મહુરત, ભાગશું ગઢમડાણ જો ! '
સરવરિયાં ડોલ્યાં રે શિવપુર ગામના રે લોલ.
ઝબક ખડગો ઝબક્યાં, મચ્યું ઘમસાણ જો !
બ્હેનડબાનાં રાજ્ય છંટાણાં રણછાંટણે રે લોલ;
સીમ સજીવન થઈ વીરતાને નીર જો !
સરવરિયાં ડોલ્યાં રે શિવપુર ગામનાં રે લોલ.
ભાગ્યા ભાગ્યા ભવરણના ભાગેડુ જો !
જતાં નાખી બરછી અવળી અાંખની રે લોલ;
ધરતી ઢળિયા જયવરિયા એ વીર જો !
સરવરિયાં ડોલ્યાં રે શિવપુર ગામનાં રે લોલ.
વાયા વાયા પૂરવપશ્ચિમનાં વાય જો !
ખબરો ગઇ એ ગઢમંડાણને માંડવે રે લોલ