આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫



૫૦, કસુંબલા





સોનાવાટકડી ને રતનજડેલી;
રણ કેરા રંગ ત્ય્હાં ઘોળાય:
કસુંબલા કીધા, નાહોલિયા !

ડોલરની કંઠમાળ, ડોલરના બાજુબન્ધ;
ડોલરિયો રણવાટે જાયઃ
કસુંબલા કીધા, નાહોલિયા !

કંકોળ્યા ઢાલકવચ, કંકોળ્યાં છોગલાં;
કંકોળ્યા પાણીએ પાય:
કસુંબલા કીધા, નાહોલિયા !

વાગે છે દુંદુભી, ને ગાજે છે સિન્ધુડો;
વીરોનાં વારણાં લેવાય,
કસુંબલા કીધા, નાહોલિયા !