આજ પુનમચન્દ ઘન ઘોરાણો ; મ્હારા મનનો મયંક નથી ઝંખવાણો : મેઘ બોલે ને મોરલા ડોલે છે. આ ઝડીઓ પડે, જગ લે લ્હાવો ; મ્હારી પ્રીતિના પ્રાહુણા ! ઘેર આવો : મેઘ બોલે ને મોરલા ડોલે છે.