સંસાર ગાજે ગોરંભતો રે, કાંઇ સુખદુઃખ કેરા ગોખ ; ઝબકે ઝાંખો મારગડો રે, કાંઇ તેજઅન્ધારના ચોક. પગથી લીધી મ્હેં પ્રેમની રે, મ્હારે સાહેલીના સાથ : સહિયર ! એ રે મારગડે રે કાંઈ મળિયા મુજને નાથ.