દિલના દિલરંગ દેહડાળીએ મ્હોરી ઝૂલે : વદન-વદન હસી ઉઠે ગુલાબ હો ! વસન્તરંગ વદને ચ્હડે રે. નયન-નયન અંજાયાં અંજન વસન્તનાં ; દેવમધુથી છલકે નયનછાબ હો ! વસન્તરંગ નયણે ચ્હડે રે.