આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
ન્હાના ન્હાના રાસ
વેલના માંડવા
આછી-આછી વેલના માંડવા,
ઘેરી-ઘેરી ઝાડીઓ, સાહેલડી !
કુંજ ભરી બોલે મોરલો,
ડાળીએ બોલે કોયેલડી.
પિયુજીએ પ્રેમના મન્ત્રની
ઝીણી-ઝીણી મોરલી વગાડી;
ઉરને ઊંડે આંબાવડિયે
ઉંઘતી તે કોયલો જગાડી :
સખિ ! વિરહીનાં ચેન,
જાણે પિયુઘેલાં નેન:
આછી-આછી વેલના માંડવા.
વ્હાલાના વાસ ઉરબાગે વસન્તમાં;
પમરે દિલપિયુના પરાગે વસન્તમાં;
મીઠા મીઠા કોડ જાગે વસન્તમાં:
સખિ ! વિરહીની વાત,
જાણે પિયુસૂની રાત :
આછી-આછી વેલના માંડવા.