આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


કંકણ ખણખણતી વા...ન
વળી ભાલે ચોડ્યા ચંદ્ર
ઝબકે રંગીન પરિધા...ન !
એ સહુ સ્ત્રીશોભન છંદ !

અહ ! મર્દ કદી નવ ધરતો
કુમળા એ બંધનતાર;
હું તપ્ત કવચ ધરી ફરતો
આ નભમંડળ મોઝાર.

હું સ્વયંસ્ફુરણમાં ખીલતો,
ઝગઝગતો સ્વયંપ્રકાશ.
મમ સર્જિત મોજે ઝીલતો,
તોડી યુગભરના પાશ.

હું એકલ - સાથ ન શોધું,
માગ્યું મેં નવ કદી દાન;
હું દયાભાવ અવરોધું,
હું સદા ય ભયથી અભાન.

અવકાશ અરણ્યે ઘૂમતો,
ડૂબતો પાતાળ અનંત;
ગ્રહમાળામાં ઘમઘમતો
હું દા શ ૨ થી બ લ વંત.

કંઈ વિરાટ ઝોલા ખાતો
શોધું હું વિશ્વકિનાર;
વળી ખંડિત કરતો જાતો
મ હા કા લ ચ ક્ર ની ધાર.

ધૂમકેતુ : ૨૩