આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પુનર્મુદ્રણની પ્રસ્તાવના

‘નિહારિકા’નું પુનર્મુદ્રણ પ્રસિદ્ધ થાય છે તેથી અંગત રીતે આનંદ જ થાય. આ પ્રસંગે એટલું નોંધતાં હર્ષ થાય છે કે ટૂંક સમયમાં ભાઈસાહેબનાં કાવ્યોનો બીજો સંગ્રહ પણ પ્રસિદ્ધ થશે. કવિ તરીકે એમનું સ્થાન ક્યાં આવ્યું ? એમણે કરેલા છંદપ્રયોગો, રસસર્જનના અખતરા, કવિતા અને સંગીતનાં સુભગ સમશ્રણમાંથી વિકસેલી ભક્ત-કવિઓના સમયથી ચાલી આવેલી પ્રણાલિકાને માર્ગે જ કરેલાં ગેય કાવ્યોના વિવિધ પ્રકારનાં સર્જન અને વિધ-વિધ વસ્તુની છણાવટ, મારા મત પ્રમાણે બારીક વિવેચન માગે છે. એમનું કવિ તરીકે યોગ્ય મુલ્યાંકન થાય એટલું જ ઈચ્છીશ.

૫-૧૦-૫૬
ભાગલપુર (બિહાર)
અક્ષયકુમાર ર. દેસાઈ
 


પહેલી આવૃત્તિની પ્રસ્તાવના

‘નિહારિકા’ મારાં પ્રકાશનોમાં ચોથો કાવ્યસંગ્રહ છે. ઇલા- કાવ્યો, કાવ્યમંગલા અને ગંગોત્રીને જે અપૂર્વ સત્કાર મળ્યો તેથી, કવિતાનાં પુસ્તકોનું પ્રકાશન માથે પડે છે, કવિતાસંગ્રહોનું વેચાણ બિલકુલ થતું નથી એ માન્યતા ખોટી પડી, અને ગુજરાતને માથેથી બેકદરદાનીની એટલી નામોશી ઓછી થઈ.

‘શંકિતહૃદય’ નાટકમાંનાં ગીત શિક્ષિત સમાજમાં ખૂબ લોકપ્રિય થયા છતાં શ્રી. રમણલાલની કાવ્યરચનાથી ગુજરાત કોણ જાણે કેમ, અજાણ્યું જ રહ્યું. નવલકથા અને નવલિકાના સફળ લેખક