આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

मनुष्य जिसका ध्यान करता है, उसके मारफ़त ईश्वरको निश्चित देखता है । चरखा सबसे अच्छा प्रतीक है, और उसका दृश्यफल भी है । मनुष्यको मनुष्यका सहारा चाहिये, इसलिए तो आश्रम वगैरा संस्थायें रहती हैं । मनुष्यका सहारा सान्निध्यसे ही होता है, ऐसा नहीं है । कोई डाक द्वारा करते हैं, कोई सिर्फ विचारसे, कोई मरे हुएके सद़्वचनोंसे, जैसे हम तुलसीदाससे रोज़ मिलते हैं ।

२१-१०-’४४
 

માણસ જેનું ધ્યાન ધરે છે તેની મારફતે અચૂક ઈશ્વરને જુએ છે. રેંટિયો સૌથી સારું પ્રતીક છે અને તેનું નજરે પડે એવું ફળ મળે છે. માણસને માણસનો આધાર જોઈએ છે, તે માટે તો આશ્રમ વગેરે સંસ્થાઓ હોય છે. (પરંતુ) માણસનો આધાર તે પાસે હોવાથી જ મળે છે એવું નથી. કોઈક પત્રવહેવાર દ્વારા, કોઈક માત્ર વિચાર દ્વારા અને કોઈક આપણે જેમ રોજ તુલસીદાસને મળીએ છીએ તેમ મૃત્યુ પામેલાનાં સદ્‌વચનો દ્વારા તેની સોબત મેળવે છે.

૨૧-૧૦-’૪૪
 
१५