આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ભાનથી પણ મારે પ્રસન્ન રહેવું જોઈએ. ઈશ્વરે બાને ઉઠાવી લીધી તે બાના ભલા માટે. તેથી બાના વિયોગથી મારે દુઃખી થવાનું ન હોય. આથી વિદ્યાના મૃત્યુનો શોક કરવો એ પાપ છે એમ સમજ.

૨૪-૧૦-’૪૪
 

शारीरिक काम ज़्यादा करो । पढ़नेका, पढ़ानेका अवश्य करो, लेकिन तकली-चरखा पर खूब काम करो । भाजी साफ़ करो, आश्रमके काममें हिस्सा लो और सब काम करने में ईश्वरके दर्शन करो, क्योंकि ईश्वर सबमें भरा है ।

२५-१०-’४४
 

શારીરિક કામ વધારે કર. ભણવાભણાવવાનું જરૂર કર, પણ તકલી પર રેંટિયા પર ખૂબ કામ કર. શાકભાજી સાફ કર, આશ્રમના કામમાં ભાગ લે અને બધાં કામ કરવામાં ઈશ્વરનાં દર્શન કર કારણ કે ઈશ્વર સર્વત્ર રહેલો છે.

૨૫-૧૦-’૪૪
 
१९