આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

मेरे लेखोंमें से जो निकालना है सो निकालो । यह काम अच्छा है । लेकिन शारीरिक परिश्रम खूब उठाना चाहिये । विद्याका स्मरण करना और रोना बहुत हानिकर है। वह स्मरण अच्छा है जो आत्माको ऊँचे चढ़ाता है, जागृत करता है । आत्माका स्वरूप सत् ( सत्य), चित् (ज्ञान हृदयसे मिला हुआ, अनुभवसिद्ध) और आनन्द है । आनन्दमें दोनोंकी परीक्षा है – आनन्द भीतरका, जो बाहरमें देखने में आता है ।

२८-१०-’४४
 

મારા લેખોમાંથી જે કાઢવું હોય તે કાઢ. એ કામ સારું છે. પણ શારીરિક મહેનત ખૂબ કરવી જોઈએ. વિદ્યાનું સ્મરણ કરવું ને રોવું બહુ હાનિકર છે. આત્માને ઊંચે ચડાવે, જાગ્રત કરે તે સ્મરણ સારું. આત્માનું સ્વરૂપ સત્‌ (સત્ય), ચિત્‌ (હૃદયમાંથી મળેલું, હૃદયમાં ઊગેલું અનુભવસિદ્ધ) અને આનંદ છે. આનંદમાં બંનેની પરીક્ષા છે. આનંદ અંતરનો જે બહાર જણાય છે તે.

૨૮-૧૦-’૪૪
 
२०