આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

क्या बात है कि हम सामान्यतया भी झूठसे नहीं बचते ! भले वह शर्म या डरके मारे क्यों न हो । क्या अच्छा यह नहीं होगा कि हम मौन ही धारण करें या आपस आपसमें निडर होकर जैसा हमारे दिलमें है वैसा ही कहें ?

१५-१२-’४४
 

એ તે કેવી વાત કે, આપણે સામાન્ય રીતે પણ જૂઠથી દૂર નથી રહેતા ! ભલે એ શરમ કે ડરને કારણે કેમ ન હોય. તેના કરતાં આપણે મૌન જ ધારણ કરીએ અથવા અંદર અંદર નીડર થઈને આપણા મનમાં હોય તેવું જ કહીએ તો સારું નહીં ?

૧૫-૧૨-’૪૪
 

थोड़ासा झूठ भी मनुष्यका नाश करता है, जैसे दूधको एक बूंद जहर भी ।

१६-१२-’४४
 

થોડું સરખું જૂઠ પણ માણસનો નાશ કરે છે, જેમ ઝેરનું એક ટીપું પણ દૂધનો નાશ કરે છે.

૧૬-૧૨-’૪૪
 
૧૭