આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૩


( વલણ )
દૂભે મુજ બાળને ? પ્રેમભર્યો એ બાળ;
માનું નહિં હું એ કદી સર્પ ડ્સે કો કાળ રે. ૧૬

( ચોપાઈ.)
પછી કો મુજને વદિયો વેણ, કહું ઉપાય તુજને ઓ બ્હેન !
પુણ્યાત્મા કો ગિરિપર વસે, — જો ! ભગવાં ધરી ચાલ્યો પ્હણે; ૧૭

જા તું એ ઋષિજનને યાચ ઔષધ કંઈ તુજ બાળક કાજ.
એહ સુણી કાલે તુજ પાસે આવી હું ધરી મ્હોટી આશ. ૧૮

( વૈદર્ભી વનમાં વલવલે – એ ચાલ.)
આશ ધરી મ્હોટી નાથ હું આવી ત્હારી સમીપ,
ક્રૂર અનિલે હોલવ્યો પ્રગટાવવા મોંઘોં દીપ.આશ૦ ૧૯

દેવ સરીખું દીપતું તુજ ભાળ વિશાળ
નિરખી હું આવીને ઊભી કંપમાના તુજ બાળ.આશ૦ ૨૦

આંસુ ઢાળીને ખશેડિયું શિશુમુખપટકૂળ,
લળી લળી તુજને પૂછિયું, ‘ઔષધ કિયું અનુકૂળ? ’આશ૦ ૨૧

ને નાથ મ્હોટા ઓ ! ત્હેં મુને કાઢી તરછોડી નાહિં,
મીઠી મૃદુ નજરે રહ્યો નિરખી પ્રેમે તું કાંઈ.આશ૦ ૨૨