આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૬


( વલણ.)
નવ મળ્યું ઘર મુજને કહીં મૃત્યુ વિનાનું એક;—
પાછી હું વળી, પૂછવા સત્યવિવેક રે. ૩૯

( ઢાળ. )
સત્ય અર્થ હું સોધવા પાછી આવી ત્હારી પાસ,
નદીતટ દ્રાક્ષાકુંજ મૂકી શિશુ, ધાવે ન કરે જે હાસ. ૪૦

દર્શન કરી તુજ ચરણ ચુમ્બીને પ્રાર્થના કરવા કાજે;—
કય્હાં મળશે મુજને રાઈકણ જય્હાં મૃત્યુ કદી નવ ગાજે; ૪૧

પણ, હાય, મુજ બાળુડો હાવાં તો પડિયો હશે મૃત્યુહાથ;
લોકે કહ્યું,ભય મુજ મન જે રહ્યું, સાચું પડ્યું તે નાથ !” ૪૨

(ચાપાઈ ત્રણ ચાલની. )
પછી નાથ બોલ્યા છે વૅણ– “સત્ય તત્ત્વ તું પામી ઓ બ્હેન !
જડ્યું જે નહિં કોઈ જનને, દેવા શાન્તિ મળ્યું તુજ મનને. ૪૩

કટુ અમૃત દિવ્ય જ એ તો, તુંને આપવા ધાર્યું’તું મ્હેં તો;
તુજ બાળ વ્હાલો તુંને હૂતો, એ તો મરણશરણ થઈ સૂતો ૪૪

તુજ હૃદયશય્યા પર કાલે;— ફરી જીવન એ નવ ઝાલે;
આજે જાણ્યુ ત્હેં જગ આ વિશાળ તુજ દુઃખે ઢાળે આંસુધાર. ૪૫