આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૭


જીવનપથમાં દઢ ચરણોથી
ચાલી, નવ તું ડરય મરણોથી,
અન્ને વસવા આવ્ય અમરજનપાસમાં રે,
નિરન્તર હાસમાં રે; વસજે.”૪

(ઉધોર.)
ગાતી દિવ્ય કઠે એમ
દેવી પુણ્યમતિ સપ્રેમ,
હેના શીશને પરિવેષ
વીંટી દીપવે મૃદુ કેશ.૫

(અનુષ્ટૂપ.)
પણ જો! વીરને બીજી નીચે ઊભેલી સુન્દરી
વળગી, મોહપાશોમાં બાંધવા શી મથે વળી !૬

(પ્રમાણિક)
અપૂર્વ એહ સુન્દરી
વિલાસથી કરે ધરી
સમીપ ખેંચવા મથે
સુવીરને બળે કરી.૭

(શિખરિણી.)
રસીલી એ રંભાસરખી નયનોને નચવતી,
વિલાસી અંગોથી સુભટ-ઉરને એ ડગવતી;