આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૯


( દ્રુતલિમ્બિત)
વિવશ વીર બન્યો સુણી ગાનને,
ધર્યું શુભાશુભનું નવ ભાનને;
ડગલું કાંઈ ડગે ન ડગ્યો દીસે,
ઉર વિશે સ્થિરતા ન વસે વસે.૧૩

(અનુષ્ટૂપ)
મોહની પાપવૃત્તિ એ વીરનો કર વેગથી
ખેંચીને પુણ્યવૃત્તિના આશ્લેષો છોડવા જતી.૧૪

(દ્રુતવિલમ્બિત.)
સુભટ છોડવવા કર જો! મથે,
તદપિ મોહનીનું બળ ના ઘટે;
વદન લોભક સુન્દરીનું દીસે,
સુભટલોચન ત્યહાં જડિયાં રસે.૧૫

(અનુષ્ટ્રપ)
તો એ ઊંંડા કરે તેને અન્ત:ક્ષોભ થતો દીસે,
સ્પષ્ટ છાયા ખરે હેવી વીરને વદને વસે,૧૬

(વસંતતિલકા.)
આ યુદ્ધને સદય નેન થકી નિહાળે.
જો! પુણ્યવૃત્તિ, પણ વેગ કરી ન વારે
લેવા બચાવી મથતી નહિ વીરને એ;
છૂટે જ આત્મબળથી,-કંઈ ઇચ્છતી એ.