આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૭


ભક્તસંઘને સંબોધન.

પદ.

( રામ ઝિંઝોટી, તાલ એક્કો, દાદરો.)

આજ ભક્તસાથ નાથચરણે પ્રતે ધાઈયે,
વિસરી વિષયવાસના જ ભકિતગાન ગાઈયે.
આજ૦
ધારીને ગભીર ધ્યાન
હૃદય પ્રેમભક્તિતાન,
ઈશકૃપાસુધાપાન
કરી કૃતાર્થ થાઇયે.આજ૦૧

ઢાળે કુસુમ સુરભિ ભાર,
ઢાળે વિહગ સુરવ સાર;
ઢાળે ઇન્દુ અમૃતધાર,
રજતશી સુહાતી રે. આજ૦૨

મન્દ મન્દ ભૃગ ગુંજે,
અયુત કુસુમ પુંજ પુંજે,
ફૂટ્યાં મધુર કુંજ કુંજે
બકુલ યુથિ જાતિ રે. આજ૦૩

_______________________________

  • “આજ શ્યામ્ મોહે લીની બાંસરી બજાયકે”-એ ગીતની ચાલ.