આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૯


ઝીલ્યા ગણું સફળ આ ઉર-યન્ત્ર માં હિં
દેવતણા મધુર નૂપુરનાદ કાંઈ;
છો ને પછી કવિતનૂપુર મૂક થાય,
ઝંકાર નૂપુરતણા નવ વ્યર્થ જાય.૩

ને નાદ એ સરી જશે વહી મન્દ મન્દ,
નિ:શબ્દ શાન્તિ-ઉરમાં લય પામી ધન્ય;
તે નાદની સમ વિલીન થઈ હું જાઉં,
ને મૌનના ગહન સિન્ધુ વિશે સમાઉં;૪

તે વેળા ઓ રસિક બન્ધુ! હું માગું એક,
માં વીસરી કંઈ જતો મુજને તું છેક;
જો એક અશ્રુ તુજ મ્હેં કદી હોય લોહ્યું,
એકાદ અશ્રુતણું દાન જ યાચું તો હું.૫