આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૦


શ્લોક ૬.

સૂર્ય ઊગે એટલે તો ઉષા લુપ્ત થઈ જાય; ઉષાનું લગ્ન સૂર્ય જોડે થાય એટલે એ વિલીન થઈ જાય; તે વિલીનતા થતા પ્હેલાં ઉષા એકલી હોય તે વખતે હેની સાથે હું રમું.

શ્લોક ૭. પૂર્વાર્ધ.

ધૂમકેતુના મૂળ ગોળ ભાગ (nucleus)માંથી લાંબા તેજના લીસોટાને સમહ નીકળેછે તેથી રુપેરી ફુવારો ઉડાવતો ધૂમકેતુ કલ્પ્યો છે. એ દેખાવમાં કવિનો આત્મા તલ્લીન થાય છે માટે એ ફુવારામાં સ્નાન કરુંછું એમ કલ્પના છે.

ઉત્તરાર્ધ :– બાળક ફુવારા વગેરેમાં આનન્દથી ન્હાતું હોય તે દૂર ઊભી ઊભી માતા જોતી જોતી હસે, મલકાય, પોમાઈ જઈને સ્મિત કરે, તેમ કવિને ઉપર પ્રમાણે આનન્દ ભોગવતો જોઈને પ્રકૃતિ મનમાં મલકાતી કલ્પીછે

શ્લોક ૮. ચરણ ૨.

સિન્ધુ વેરાન જેવો શૂન્ય માટે સિન્ધુનું રણ. ( desort, seas એ વચન પરિચિત છે. )

ચરણ ૪.

એકલે તરંગ = દરિયામાં છૂટો એકલો જ પડેલો મોજો; તરંગમાળમાંનો નહિ; પણ છુટ્ટા એક.