આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૪


ઉતારવાં, તે જ પ્રકૃતિના ઉછંગમાં સૂઈને સ્વમસુખ અનુભવવું, તથા પ્રકૃતિનાં મૃદુ ગમ્ભીર હાલેડાંનાં ગીત સાંભળવાં.

દિવ્ય આશા. – પૃષ્ઠ ૧૯-૨૦.

આ જીવનમાંની ક્ષુદ્ર આશાઓનું પરિણામ બહુધા નિરાશા, દુઃખ ઇત્યાદિમાં આવેછે. પરંતુ પરજીવનની પારમાર્થિક આશા, તેમ જ આ જીવનમાંની ઊંચા દિવ્ય ભાવોની આશા કાયમનાં સુખ, આનન્દ આપે છે. આ દિવ્ય આશાને સ્વર્ગમાં વસનારી, પણ મનુજ લોકમાં ઊતરી આવીને સર્વને કુસુમો આપતી, સર્વને મધુર ગાન સંભળાવતી, અર્થાત્ સુખ આનન્દ આશ્વાસન આપતી દિવ્ય સુન્દરી કલ્પીછે. તે પોતે આ કાવ્ય બોલતી દર્શાવી છે.

કડી ૩, ૫. ૧

આ જીવનના આઘાત, દુઃખ વગેરે તે કઠોર શોર.

કડી ૪.

જગત્‌ના મોહક પદાર્થો રજૂ કરનારી લોભાવનારી દુષ્ટ વૃત્તિ ત્હેના હાથમાં બીન (વીણા) છે; પરંતુ એ લોભનોનું કૃત્રિમ માધુર્ય હેના બેસુરા ધ્વનિ, દિવ્ય આશાએ આપેલાં સુખના ખરા માધુર્ય આગળ, દિવ્ય વાદ્યનાં તાન લેવાય તે વખતે તદ્દન બંધ પડી જાય છે, મૂક થાય છે.

દિવ્ય આશા જગત્‌નાં પ્રલોભનોને બળહીન કરી નાખે છે-એ તાત્પર્ય.