આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૮


પણ સુયોગે તપાસ કરતાં જણાયું કે, ઈ. સ. ૧૮૫૩ ના મેની તારીખ ૧૩ મીથી ૧૮૫૪ ના ફેબ્રુઆરીની ૨૮ મી સુધી શુક્ર સાંઝનો તારો હતો, (થોડા દિવસ સૂર્યની બહુ સમીપ હેવાથી અદૃશ્ય હોય તે બાદ કરતાં). એટલે ૬ ઠ્ઠી ડીસેમ્બર ૧૮૫૩ ને દિવસે એ સાંઝનો તારો, અને હેવી સ્થિતિમાં, હતો કે સૂર્યાસ્ત પછી બહુ વખત થોભેલો નહિં; આ આકસ્મિક સંયોગ પણ વૃત્તાન્તના વર્ણન જોડે મેળામાં જ આવે છે; હોડી ડૂબી તે પ્હેલાં થોડીવાર શુક્ર જણાતો હતો; ડૂબી પછી એ પણ તરત અસ્ત પામ્યો.

લોક ૧, ચરણ ૪.

‘રવિનાથ’ એ ‘જોતી રહી’નું કર્મ છે.

શ્લોક ૧.

સન્ધ્યા, શુક્રતારાકણી, અને રવિનાથ (પતિ રવિ) — એ ત્રણ દ્વારા આ વાર્તાની નાયિકા, હેની બાળકી, અને હેનો પતિ (કિલ્લામાં અદૃશ્ય રહેલો) ધ્વનિત થાય છે.

શ્લોક ૨.

સન્ધ્યાની વતમાન સુખમાં સંલગ્નતા, સમીપના ભાવિ- અનુભવવાનાં સુખો-નાં માન સાંભળવામાં નિમગ્નતા, અને તેથી પાર રહેલું લયકાળનું ચિત્ર તે તરફ અલક્ષ;– આ સર્વે વાર્તાનાયિકાની

સ્થિતિનાં ધ્વનન કરેછે; પોતાની બાળકી તરફ પ્રેમમાં તલ્લીન,