આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૯


તરત જ પતિને મળવાની આશામાં ઉલ્લાસભરેલી, અને તે પછી ડૂબવાને અકસ્મા‌ત્‌ થવાનોછે તે ભાવિથી અજાણી આ નાયિકા હતી.

શ્લોક ૨, ચરણ ૨-૪.

ભાવિ (ચ. ૨) તે સમીપનું આ જીવનનું ભાવિ. લયકાળનું ચિત્ર (ચ. ૪) તે દૂરનું ભાવિ.

શ્લોક ૬.

હવે ખલાસીઓને સંબોધવું મૂકી દઈને પોતાની બાળકી ભણી વળીને સ્વગત બોલેછે ;—

“લાડકી મુજ” ઇત્યાદિ.

એક માસની છતાં અગમ્ય દિવસની લાગવાનું કારણ ગાઢ પ્રેમ અને સતત લાલન.

શ્લોક ૭—૧૫.

આ બાળકીને સંબોધીને વચન છે પરંતુ માંહિં માંહિ (શ્લો. ૯, ૧૧, ૧૪, ૧૫) સ્વગત વચન તેમ જ બાળકીને સંબોધીને એમ મિશ્ર રૂ૫ છે.)

શ્લો. ૮, ઉત્તરાર્ધ.

પ્હેલ વ્હેલી જ ત્હને ત્હારા પિતા જોશે તેથી ત્હેના ચિહ્‌ન- રૂપ ચુમ્બનો ત્હને કરશે. “આંકતા” (= °નું ચિહ્‌ન પાડનારાં) એ ‘ચુમ્બનો’નું વિશેષણ છે.