આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૧


હૃદય એ ઉપમાનોપમેય છે, કારણકાર્યનો સંબધ છતાં. પવન તેમ જ ઉલ્લાસાદિક ભાવ વ્યઙગ્ય છે; સ્પષ્ટ શબ્દમાં દર્શાવ્યા નથી.

શ્લોક ૧૨.—ચરણ ૧.

‘હા’ એ બે માત્રા વધારાની છે–ચૉથા ચરણના માપનું જ પ્રથમ ચરણ છે; તે સહેતુક છે. ‘હા’ એ ઉદ્‌ગારમાંથી પ્રગટ થતા ભાવની તીવ્રતા દર્શાવવા માટે આમ પદ્યરચના જરાક ફેરવીછે.

બુલ્બુલ — કાલું મીઠું લવતી બાળકીને બેલ્બુલ કહ્યુંછે.

ચરણ ૨. કૂજતું — પક્ષીઓના જેવા ગાનને કૂજન કહે છે.

કલરવ — કાલો મધુર (કલ) અવાજ (રવ).

ચરણ ૩. એ અમી – ત્હારું કાલું કૂજન.

શ્લોક ૧૩.

બાળકીનાં મીઠાં કૂજનને લીધે જ આ લોકમાં સ્વર્ગનું તેજ ઝળક્યા જેવો આનન્દ થાય એમ ભાવ છે.

શ્લોક ૧૪, પૂર્વાર્ધ.

માતાઓ વ્હાલના ઊભરામાં અસમઝણાં બાળકને પોતે જ સમઝે હેવી વસ્તુઓ બતાવી ત્હેમાં આનન્દ મેળવતાં કલ્પેછે એ સુપરિચિત છે.

પરંતુ ઉત્તરાર્ધમાં એ શુક્રકણી કરતાં પોતાની બાળકીને અધિક સુન્દર કહેવા માટે પૂર્વાર્ધમાંની વાતનો ઉપયોગ થયો છે.