આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૮


તે સ્વર ન્હોતા નીકળતા ને હવે નીકળ્યા,— કોઈ ધન્ય ક્ષણની ઊર્મિપ્રેરણા–ને પ્રભાવે). અને પછી આગળના શ્લોકમાં કહે છે.—

“હા ! એમ ગા તુ મધુરી ગા તું.” —ઈ.

શ્લોક ૨૫.

આ શ્લોકમાં વીણાને હેના સુર પ્રગટ થયા પછી થોડુંક પ્રેમ- સંબોધન કરે છે અને પછી વીણા વાગ્યાનું પૂરું વર્ણન શ્લોક ૨૬ માં આવે છે; — “વાગી વીણા” — ઈ.

અર્થાત્‌, વીણામાંથી સ્વર-જોઈતા મધુર સ્વર-પ્રગટ થવાની સાથે ક્ષણભર વગાડી, પાછી બંધ પડી શ્લો. ૨૫ મામાંનાં વચનો વિણાને કહે છે – તેટલી જ વાર બંધ રહી પછી તરત જ પૂર્ણ પ્રભાવે વીણામાંથી સંગીત જગાડે છે; એટલે ત્હારે

“વાગી વીણા” — ઇત્યાદિ.

ચરણ ૩. વિરાગિણીના પૂર્વવૃત્તાન્તનો અહિં પણ નિર્દેશ થાય છે. જગતના આઘાતથી દૂર રહેવા, એ આઘાતની પીડા પણ ના સંભવે એમ, વીણાને લઈને ચન્દ્રમાં વસવાની વિલક્ષણ ઈચ્છા અહિ પ્રગટ કરાઈ છે.

‘ગાય ત્યાંહિં અબાધ તું.’ —ચન્દ્રમાં જઈ વશીશું એટલે ત્હને જગત્‌ની બાધા–મ્હને કે ત્હને–નહિ નડે; એટલે સ્વર બંધ પડી જઈ મૂક થવાની બાધા (પીડા) પણ હવે નહિં થાય.